| Anavil Bhavan Activity | ||||
|---|---|---|---|---|
|
માનનીય સભાસદ ભાઈઓ અને બહેનો
શ્રી અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરા
26 જાન્યુઆરી 26 સિનિયર સિટીઝનના કાર્યક્રમ અંગે
સહર્ષ જણાવવાનુંકે આ વર્ષે સિનિયર સિટીઝનના મનોરંજન કાર્યક્રમમાં નવતર પ્રયોગ કરવાનો પ્રયાસ કરીશું. અમારા આ પ્રયાસમાં સહભાગી બનશોજ એવી અપેક્ષા.
60 વર્ષથી વધુ વયના વડીલ ભાઈ / બહેનો ગ્રૂપ ડાન્સ, કપલ ડાન્સ 4 થી 5 કપલ એક સાથે, તેમજ રેમ્પ વોકનું પણ આયોજન કરીશું. આ હરીફાઈ નથી જેની નોંધ લેશો. ભવનમાં છેલ્લા 20 દિવસથી પીલર્સ તથા પરચુરણ મરામતની કામગીરી ચાલતી હોવાથી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં વિલંબ થયેલ છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેનાર ઈચ્છુક તમામ 60 વર્ષથી વધુ ઉમરના વડીલોને સત્વરે પોતાના નામ ઉંમર અને મોબાઇલ નંબર સાથે કાર્યક્રમના કોરિયોગ્રાફર સીમાબેન પી. દેસાઈને 9925039974 19 જાન્યુઆરી સાંજ સુધીમાં નોંધાવવાના રહેશે.
આ માટેની પ્રેકટીસ અનાવિલ ભવન પર તા 19 અને 20 જાન્યુઆરીના દિવસે સાંજના 5 થી 7 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે.તેમાં ભાગ લેવા ઇચ્છુક સૌએ હાજર રહેવું જરૂરી છે જેથી કાર્યક્રમ સફળ થાય.
આ ઉપરાંત ઉપર જણાવેલ કાર્યક્રમ માટે સમય ફાળવ્યા બાદ જે સમય બાકી રહે તે મુજબ ફક્ત સિનિયર સિટીઝન ભાઈ બહેનો કરાઓકે પર મુખડું + બે અંતરા સાથે ગાયનો ગાવાના રહેશે જે માટે કરાઓકેની લિંક ગિરીશ દેસાઈ 9978910842 પર મોકલવાની રહેશે. હાલમાં લગ્નસરા હોવાથી ભવન પ્રેકટીસ માટે ઉપલબ્ધ નહીં હોવાથી ગાયનોની પ્રેકટીસ ઘરેજ કરવાની રહેશે.
અમારા નવતર પ્રયોગને સારો આવકાર મળશેજ એવી અમોને ખાત્રી છે.
આશિષ દેસાઈ..કન્વીનર,
કૃતિ દેસાઈ.. સહકન્વીનર
સીમાબેન દેસાઈ.. કોરિયોગ્રાફર
દિપક દેસાઈ ( પ્રમુખ ) ગિરીશ દેસાઈ ( મંત્રી )