અનાવિલ સમાજ, વડોદરા
જય શુલેશ્વર,
વડોદરા સ્થિત અનાવિલ સમાજ લગભગ ૫૩ વર્ષથી” અનાવિલ પ્રગતિ મંડળ “ના નેજા હેઠળ કુટુંબ પરિવારના સભ્યોની જેમ એક સાંકળે બંધાયેલ છે. આજના આધુનિક ચુગમાં જ્યાં કોમ્પ્યુટરના માદયમથી વિશ્વ સ્તરે સમાજને સાંકળી શકાય તેમ હોય તો વડોદરા સ્થિત અનાવિલ પ્રગતિ મંડળ શા માટે તેમાંથી વંચિત રહે? ચુવા વર્ગ અને દેશ પરદેશમાં રહેતા જ્ઞાતિજન ” અનાવિલ પ્રગતિ મંડળ ” ની પ્રવૃત્તિ જાણે ને માહિતગાર રહે તે હેતુથી અમારી WEB SITE ચાલુ કરી છે.
લગભગ ૫૩ વર્ષ પછી આ વિચાર અમલમાં મૂફ઼ેલ છે તો વીતી ગચેલ વર્ષો, તેની સ્થાપના વિગેરે થી સમગ્ર અનાવિલ સમાજને માહિતગાર કરવા માટે આપણી ભૂતકાળમાં
કોડિયું કરવું જ રહ્યું
“અનાવિલ પ્રગતિ મંડળ” ની સ્થાપનાનો ઇતિકાસ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. શરૂઆત ક્યાંથી થઈ જાણો છો. એલેમ્બીક કેમી માં ૧૪ અનાવિલભાઈ સાથે કામ કરે ખુબ જ સારા જીગરજાન મિત્રો એમાંથી મુકુંદરાય એમ. દેસાઈ ખૂબ જ ઉત્સાઢીને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા તેમણે તેમના મિત્રો સમસ વડોદરાના અનાવિલ કુટુંબો વર્ષમાં ભેગા મળે ને કંઇક સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને જમણવાર કરે તેવો વિચાર રજૂ કર્યો. બધાએ ઉત્સાદથી વધાવી લીધો ૧૯૬૦માં કમાટીબાગ અતિથિગુહમાં જમણવાર કર્યો. ત્યાર પછી ૧/૧/૧૯૬૧માં “અનાવિલ પ્રગતિ મંડળ” ની સ્થાપના થઈ. વાર્ષિક રૂ. 3ની ફી રાખી ૧૪ કુટુંબો ભેગા મળી મંડળના સભ્યો બન્યા. આમ અનાવિલ પ્રગતિ મંડળનો જન્મ થયો. મંડળના પહેલા પ્રમુખ શ્રીદોલતરાય રઘુનાથજી દેસાઈ (કરીઆ) થયા. ઉપપ્રમુખ શ્રીઠાકોરભાઈ કશનજી દેસાઇ (મગોદ) ને મંત્રી અને ખજાનચી મુકુંદરાય મણીભાઈ દેસાઈ થયા.
૧૯૭૨માં મુંબઇથી ટોલતભાઈ આર. દેસાઈ પ્રમુખશ્રીની ઓળખાણ “સ્કુલ માસ્તર “એ મુવીનો ચેરીટી શો કર્યો. રૂ. ૨૦૦૦ ભેગા કર્યા અને એક નાનું સાવેનિયર ૩-૪ જાહેરાતો સાથે બહાર પાડયું.
૧૯૭૨-૧૯૬૩ બે વર્ષ ગરીબ વિદ્યાર્થીઓને આપ્યા. (૨૦-૨૦ ફેમીલી) રૂા. ૫૦૦/- + રૂ. ૫૦૦ની કેસ સ્કોલરશીપ વિદ્યાદાન ૧૯૬૨ પછી કરાયું. સારાભાઈ Central Excise / Sales Tax વગેરે ભાઈઓ મંડળમાં જોડાયા.
૧૯૬૪માં મંડળને ચેરીટી કમીશ્નર ઓફિસમાં રજી. કરાવી પ્રમુખ બંધારણ છપાવ્યુ, નોંધણીનો દાખલોન. ૧૬૩ ૧૩ તે વખતના બીજા પ્રમુખ શ્રીઈન્દ્રજીત વસનજી દેસાઇને આપ્યો ને વડોદરાનું ” શ્રી અનાવિલ પ્રગતિ મંડળ “સાર્વજનિક ટ્રસ્ટમાં (સન ૧૯૫૦ના મુંબઈના ૨૯માં આદ્યનિયમ) રજીસ્ટર થયું, જેનો રજીસ્ટર નં. વડોદરાએ ૨૩ ૦૭ નોંધાયો. ત્રણ વર્ષ પછી નિયુક્ત થયેલી ૧૯૬૪ની કમિટિ જેમાં પ્રમુખ શ્રીઇન્દ્રજીતભાઈ વશનજી દેસાઈ ઉપપ્રમુખશ્રીઠાકોરભાઈ કશનજી દેસાઇ મંત્રી તરીકે શ્રી મુકુંદભાઈ મણીભાઈ દેસાઈ જે ચાલુ રહ્યા. સદ્દમંત્રી તરીકે શ્રીવિનોદભાઈ મોંઘાભાઈ દેસાઈ નિચુત થયા જેમણે લગભગ ૨૫-૩૦ વર્ષ જીવનને સેવા આપી ખજાનચી તરીકે મનુભાઈ દેસાઈએ સેવા આપી. તથા પ્રથમ બંધારણમાં બે કાયમી ટસ્ટ્રી તરીકે (૧) શ્રી ઇન્દ્રજીત વસનજી દેસાઈ (૨) શ્રી જયંતીલાલ મણિલાલ દેસાઈ ની નિમણૂંકુ થઈ.તેજ વર્ષે ક્રાંતિકારી પગલા તરીકે કાર્યકારી સભ્યોમાં બે બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. (૧) અ.સૌ. પદમાબેન. નટુભાઈ. દેસાઇ (૨) આ.સી. મધુમાલતીબેન. બ. નાયક જે બંનેએ આગળ જતા મંડળના ઉત્કર્ષમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું. ૧૯૭૫માં મંડળની પ્રવૃત્તિને વેગ મળ્યો જેના ફળ સ્વરૂપે પડેલી બુક બેંક શ્રીનટુભાઈ ડૉ. દેસાઈના ઘરેથી (ગેડી ગેટ રોક ઉપર) શરૂ કરી હતી. મંડળ આર્થિક રીતે સદદાર ન હોઈ પોતાનું મકાન ન હતું તેથી લગભગ ૧૬ વર્ષ ૧૯૬૫ થી ૧૯૮૦ સુધી જ્ઞાતિના દરેક વિદ્યાર્થીને એમના ઘરેથી ચોપડા આપ્યા હતા. હવે આર્થિક સકારતા બસવા તે વખતના કાર્યકારી સભ્યોએ કમર કસી ગાંધીનગર ગુહમાં બે નાટકના ચેરીટી શો કરી મોટું સોવેનિયર છપાવી ૪૫,૦૦૦નું ભંડોળ ભેગુ કર્યુ નાટકના નામ હતા “સરવાળે બાદબાકી” ને “સસરો ખોળે બેઠો”. સાઈકલ પર ઘરે ઘરે જઈને સભ્યોની નોંધણીકરી
લગભગ ૧૯૭૫ સુધીમાં વડોદરા સ્થિત મોટાભાગના કુટુંબો મંડળમાં જોડાયા. હવે મંડળની પ્રવૃત્તિ વધારવા અનાવિલ પ્રગતિ મંડળનું પોતાનું ભવન હોવું જોઈએ. તેવી જરૂરીયાત ઉભી થતા શ્રી કરીભાઈ દેસાઈ (સ્વસ્તિક એન્જી.) શ્રી મણીભાઈ એમ. દેસાઈ ને શ્રીઇન્દ્રજીત વ. દેસાઈ એ પ્રયત્ન આદર્યો તેના ફળ સ્વરૂપે શ્રીમહાદેવભાઈ દેસાઇ અનાવિલ ભવન (વાડી)ની જમીન ખરીદાઇ, ૧૯૭૬માં ભૂમિ પૂજન મુ. શ્રી ડાહ્યાભાઈ દયાળજી દેસાઈ પલસાણાકર (શ્રીફેસ કલબના માલિક) તથા અ.સી. શારદાબેન કાહ્યાભાઇ દેસાઈના વરદ હસ્તે થયુ તે જમાનામાં ઘણી મોટી કહેવાય તેવી રકમ રૂ।. ૧૫,૦૦૧નું દાન આપી સમાજના First Well Wishesનું સન્માન મેળવ્યું.
ને ૧૪ સભ્યો મજબૂત પાયાના પત્થર કહેવાયા જેના અથાગ પરીશ્રમથી આજે મંડળ ૧૪૦૦ સભ્યો ધરાવે છે. આજનો અનાવિલ સમાજ એ ૧૪ પાયાના કાર્યકરોના ઋણી છે. આજે તેમને આપણે યાદ ન કરીએ તો એ અક્ષમ્ય અપરાધ કહેવાશે. તેમના નામ નીચે મુજબ છે.
- १. શ્રી ગુણવંતભાઈ આર. દેસાઈ ઉટડીકર
- ८. શ્રી અનીલભાઈ એમ. દેસાઈ ચીખલી
- २. શ્રી રતિલાલ એમ. દેસાઇ દેલાડવા
- e. શ્રી દેવેન્દ્રભાઇ આર. દેસાઈ વલસાડ
- 3. શ્રી રવિન્દ્રભાઇ સી. દેસાઈ ખરસાડ
- १०. શ્રી કિશોરભાઈ આર. દેસાઈ એરૂ
- ४. શ્રી જયેશભાઇ ટી. મહેતા ઉધના
- ११. શ્રી રાજુભાઈ આર. દેસાઈ વલસાડ
- ५. શ્રી બચુભાઈ એમ. નાયક તલોધ
- १२. શ્રી રમણભાઈ સુયા
- 9. શ્રી બલ્લુભાઇ આર. નાયક સચીન
- १३. શ્રી જયંતિભાઇ બી. નાયક જલાલપોર
- ७. શ્રી કાળીદાસ જી. નાયક મોટા વરાછા
- १४. શ્રી રમેશભાઈ કા. દેસાઈ સદલપુર
દરેક પૂજ્ય એવા વડીલ એકબીજાના પૂરક બની ખભે ખભા મિલાવીને અનાવિલ સમાજના ઉત્કર્ષમાં ફાળો આપ્યો. જેમના થકી આજનો પ્રસિધ્ધ અને પ્રગતિના ઉદય શિખરે પહોંચેલ અનાવિલ સમાજ છે.
અનાવિલ ભવનની જમીન સંપાદિત કર્યા પછી તેના બાંધકામ ત્યાર બાદ શરૂ કરેલ વિવિધ પ્રવૃત્તિઓમાં જેમનું યોગદાન રહ્યું છે. તેવા મહાનુભાવો વિશે સમાજે જાણવું જરૂરી છે. તેમનું જીવન આજના યુવા વર્ગને પણ સુંદર માર્ગદર્શન પુરું પાડે તેવા હેતુથી તેમની જીવન ઝરમર દર્શાવીએ છીએ. આશા છે કે આપ સૌ અમારો પ્રયત્ન આવકારશો.
આપણે આગળ જોયું તેમ ૧૯૭૫માં અનાવિલ ભવનની (વાડી) જમીન ખરીદાઈ. આ જમીનના દાતા વિશે વાંચક મિત્રોને જરૂર જાણવું ગમશે. વિશાળ જમીન ભવનનો વારસો ખૂબ જ નજીવી કિંમતે અનાવિલ પ્રગતિ મંડળને આપનાર હતા ગાંધીવાદી વિચારસરણી ધરાવનાર વડીલ પૂ. શ્રી હરીભાઈ રાયજીભાઈ દેસાઈ પૂ. હરીભાઈ દેસાઈનો જન્મ તા. ૫/૦૯/૧૯૦૮ ના રોજ ચણવાઈ મુકામે થયો હતો પણ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા મોસાળમાં ડૉ. પરાગજીભાઈને ત્યાં રહી અભ્યાસ કર્યો. ત્યાર બાદ પૂનાની ફરગ્યુસન કોલેજમાંથી સીવીલ એન્જીનિયર થયા ને વડોદરાને કર્મભૂમિ બનાવી વ્યવસાયિક કારકીર્દી શરૂ કરીને બાંધકામના ધંધામાં ઝંપલાવ્યું. પોતે અનાવિલ હતા તેનો પણ ગર્વ હતો. સ્વખર્ચે આગળ આવેલાને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી હતી તેથી અનાવિલ સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના તેથી ભવનના બાંધકામમાં શક્ય તેટલી ખૂબ જ મદદ કરી.
સ્વાનુભાવે આગળ વધી સ્વસ્તિક એન્જી. એન્ડ મેન્યુ. કુ. મામાના સહકાર – સાથથી શરૂ કરી. કંપનીની સ્થાપનાથી જ પોતાના નફાનો અમુક હિસ્સો માત્ર અનાવિલ સમાજ માટે જ નહીં પણ લોક સેવા કાજે અલગ જ રાખતા. અનાવિલ જ્ઞાતિના જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના જરૂરીયાત મંદોને ભણતર માટે અને માંદગીના સમયે આર્થિક યોગદાન આપી સમાજનું ઋણ અદા કર્યું.
નારાયણ સ્વામીના સંપર્ક પછી તો એમની જીવનશૈલી અને વિચારધારાને જુદો જ વેગ મળ્યો. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી ઘણી સેવા કરી. ઘણા બધા ટ્રસ્ટોમાં આર્થિક મદદ અને માનદ્ સેવા આપી. જે આજે પણ કાર્યરત છે. જેમાં મુખ્ય નરહરિ હોસ્પિટલ, અલ્મોડા ડીસ્ટ્રીકટના નારાયણનગર ખાતે ઇન્ટરમીડીએટ કોલેજ, અને નારાયણ આશ્રમ ઉભો કર્યો જે હાલમાં પણ પર્યટકો અને માન સરોવર યાત્રીઓનો વિસામો બન્યો છે. એમના પત્ની સદ્ગત શારદાબેનના નામથી મુકબધિરો માટે છાત્રાલયનો શુભારંભ થયોને એમના જ યોગદાનથી આજે વડોદરામાં ગુજરાતની પ્રથમ બધિર ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયને દેશની પ્રથમ બધિર આર્ટસ કોલેજ શરૂ થઇ શકી છે. પ્રેમાનંદ સાહિત્ય સભાની સ્થાપના અને પ્રેમાનંદનું પૂતળું વડોદરા કોલેજ પટાંગણમાં મૂકવવા તેમણે અનેક પ્રયત્નો કર્યા જેમાં તે સફળ રહ્યા. સતત ૧૫ વર્ષ સુધી તે પ્રેમાનંદ સાહિત્ય સભાના પ્રમુખ રહ્યા.
અનાવિલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી વર્ષો સુધી રહ્યાને તેના ઉત્કર્ષમાં પોતાનો ફાળો આપનાર એવા ગાંધીવાદી, આધ્યાત્મિકને સૌંદર્યશીલ વડીલ પૂ. શ્રી હરિભાઈ દેસાઈને કોટિ કોટિ વંદન.
સ્વ.મધુમાલતીબેન નાયક
આપણે બાગ * મધુમાલતી” છોડ વગર કલ્પી શકીએ ખરા? પ્રત્યેક બાગ કે બગીચામાં “મધુમાલતી” તો તેની સુવાસ ફેલાવતી અવશ્ય હોવાની. આજે આપણે એવા “મધુમાલતી” વાત જાણીશું કે જેણે અનાવિલ સમાજ રૂપી બાગમાં તેમના કાર્યો તથા તેજસ્વી વ્યક્તિત્વની સુવાસ ફેલાવી છે. આજે આપણી વચ્ચે હયાત ન હોવા છતાં પરોક્ષ રીતે દરેક અનાવિલ વ્યક્તિના હ્રદયમાં ધળકે છે. સમાજમાં બહુ જુજ વ્યક્તિ એવી છે કે તેમની અમીટ છાપ મૂકી જાય એમાંના એક એટલે મધુમાલતીબેન બી. નાયક. જ્વલ્લેજ વ્યક્તિઓ નામ પ્રમાણે ગુણ કેળવી નામ સાર્થક કરતા હોય છે આવા યથા નામ તથા ગુણની ઉક્તિ સાર્થક કરનાર વડોદરાના અનાવિલ સમાજના પ્રતિભાશાળી મહિલાને આજે આપણે ઓળખીશું.
મધુમાલતીબેનનો જન્મ ખરસાડમાં થતો હતો પણ પાંચ વર્ષની ઉંમરથી અભ્યાસ અર્થે તેમના મોટાબેન શાંતાબેનને ત્યાં સુરત રહી મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ૧૮ વર્ષની ઉંમરે વડોદરાના પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક કે.જી. નાયકના સુપુત્ર બળવંતભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્ન પછી એ જમાનામાં પેઇન્ટીંગ અને સાયકોલોજી વિષય સાથે ગ્રેજયુએટની ડીગ્રી મેળવી. જે જમાનામાં સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાં પોતાની દુનિયા સમાવી લેતી હતી તે સમયે દરેક ક્ષેત્રમાં ઝંપલાવી પોતાના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ કર્યો.
વડોદરા “અનાવિલ પ્રગતિ મંડળ”માં ૧૯૬૪ થી જોડાયા ને ઉપપ્રમુખનું પદ પણ વર્ષો સુધી શોભાવ્યું. અનાવિલ પ્રગતિ મંડળમાં મહિલા પાંખ, શરૂ કરવાનું શ્રેય મધુલામતીબેનના ફાળે જાય છે. જ્યારે અનાવિલ પ્રગતિ મંડળનું પોતાનું મકાન ન હતું ત્યારે કમાટીબાગમાં સ્નેહસંમેલન યોજાતું ત્યારે ખાસ બહેનોને ચીલાચાલુ રમતગમત નહી પરંતુ નવી નવી રમતો રમવા માટે હરિફાઇઓ યોજી પ્રોત્સાહન આપતા.
વેશભૂષા હરિફાઈ, રંગોલી હરિફાઈ, કોથળા દોડ વગેરે રમતો તે જમાનામાં એમણે શરૂ કરેલી. જ્યારે બહેનો સંમેલનમાં હાજર રહેવા માટે પણ સંકોચ અનુભવતી.
ઘરની જવાબદારી સાથે સામાજિકક્ષેત્રમાં ઝંપલાવ્યું તેનું ફળસ્વરૂપ એટલે આપણો અનાવિલ સમાજ એ જમાનામાં ગણા ગાંઠયા અનાવિલ કુટુંબથી અનાવિલ પ્રગતિ મંડળને વિકસાવવું એ કાંઈ રમતવાત ન હતી. પણ વર્ષો સુધી સતત કાર્યરત રહી વટવૃક્ષની જેમ તેનું વિસ્તરણ કર્યું. અનાવિલ મહિલાની વિચારસરણી કાર્યશૈલી વિ. માં બદલાવ લાવવાની સામાજિક પહેલ કરનાર પણ એજ હતા. અનાવિલ ભવન બાંધવાનું ત્યારે પણ સૌથી પહેલો ફાળો મધુમાલતી બહેને તેમને સસરા પાસે આગ્રહપૂર્વક અપાવી પહેલ કરાવી હતી. આજે પણ સ્મૃતિરૂપે કુંવરજી નાયકના નામે હોલ છે. સ્વ. હરિભાઈ, સ્વ. ઈન્દ્રજીતભાઈ, સ્વ. રણછોડજીભાઈ તથા સ્વ. નટુભાઈની સાથે રહીને ઘરે-ઘરે જઈને ભવનના ઉત્કર્ષ માટે ફાળાઓની વણઝાર લગાવી દીધી હતી.
મધુબેન જીવનપર્યંત સેવાની અને બેનોને હૂંક આપી સુવાસ ફેલાવી પોતાનું જન્મ, નામ, કર્મ દ્વારા સાર્થક કર્યુ. એ કાયમ માટે અમર રહેશે. મધુબેનનો ૨૦૦૩ના સૂર્યાસ્ત સાથે ૧૨ ડિસેમ્બર ૨૦૦૩ના દિને દેહ-વિલય થયો. એમના જીવનમાંથી બહેનો પ્રેરણા લઇ આગળ વધશે એજ તેમને સાચી શ્રધ્ધાંજલિ લેખાશે.
સ્વ. પદમાબેન નટવરભાઇ દેસાઇ
અનાવિલ સમાજ આજથી પચાસ વર્ષ પહેલાં સ્વ.પૂ.પદમાબહેન જેવા સેવાભાવી સ્ત્રી કાર્યકર્તાને પામી ધન્ય થઇ ગયો. શ્રીમતિ પદમાબેન નટવરલાલ દેસાઈનું વતન ચીખલી અને ખરોલીમાં સ્થાયી થયા. લગ્ન બાદ અભ્યાસમાં રૂચી હોવાના કારણે ૪૨ વર્ષની ઉંમરે એસ.એસ.સી. પાસ કરી એ જમાનામાં જયારે સ્ત્રીઓ ઘરનો ઉંબર ઓળંગતી ન હતી. વલસાડની અખિલ હિંદ મહિલા પરિષદમાં સેવા આપી ત્યારબાદ વડોદરામાં ૧૯૫૨માં આવ્યા. ૧૯૬૪માં જ્યારે તેમના પતિ સ્વ. નટવરલાલ ડાહ્યાભાઇ દેસાઇ કારોબારીમાં સભ્યપદે આવ્યા. ત્યારબાદ મહિલા સભ્ય તરીકે સ્વ.પૂ. પદમાબહેનને લેવામાં આવ્યા હતા. જે ખરેખર આવકારદાયક પગલું રહ્યું ખૂબ જ ઉત્સાઠી, ઘગશવાળા ને સમાજ માટે કંઇક કરી છુટવાની ભાવનાવાળા પદમાબેનનો ફાળો અનાવિલ સમાજના ઉત્કર્ષ માટે ખૂબ જ આગવો રહ્યો છે.
સમાજ માટે કંઇક નાવિન્યપૂર્ણ કાર્યક્રમ આવવાનો વિચાર તેમને ઘણા વખતથી આવતો હતો. તેમાં તેમને સાથ મળ્યો સ્વ. મધુબેન નાયકનો જેના ફળસ્વરૂપે ૧૯૮૫-૮૬ના વર્ષમાં મહિલા વિભાગની શરૂઆત થઇ જે આજે મહિલા પાંખ સ્વરૂપે કાર્યરત છે. પહેલા વર્ષે મધુમાલતીબેન પ્રમુખ પદે રહ્યા ને બીજે વર્ષે પદમાબેન પ્રમુખ થયા. તેમણે શરૂ કરેલ ગૌરીવ્રતને નોળીનેમ આજે પણ સમાજની બહેનો ઉત્સાહપૂર્વક ઉજવે છે. જે વખતે અનાવિલ જીવનનું મકાન ન હતુ તે વખતે સમૂહ જનોઇ કાર્યક્રમની પરંપરા તમણે તારકેશ્વર મંદિરમાં શરૂ કરેલ જે આજે પણ જળવાઈ રહી છે. ગૌરીવ્રત વખતે ગૌરો પણ ઘરેથી વાવીને લાવતા. નોળિનેમ વખતે વરડું પણ ઘરેથી લાવી સમાજની થોડી બહેનો ભેગી થતી ને નોળિયાની વિધિસર પૂજા કરી નોળિનેમ ઉજવતા જે આજે પણ ઉત્સાહપૂર્વક ઉજવાય છે.
ટુંકમાં ગાંઠના ગોપી ચંદન કરી અનાવિલ બહેનોને એકત્રિત કરવાનો પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો જે આજે પણ ઉત્સાહપૂર્વક ઉજવાય છે.
મહિલાપાંખની બદલાયેલી સ્થિતિમાં પણ તેમનો નૈતિક ટેકો ચાલુ જ રહ્યો હતો. મહિલા પાંખ આજે પણ તેમણે શરૂ કરેલ પરંપરા જાળવી રહી છે જેનો તેમને આનંદને સંતોષ હતા. સમાજે પણ તેમની સેવાની કદર કરી ગયા વર્ષે ને “અનાવિલ પ્રગતિ મંડળ”ના ૫૦માં વર્ષે સાલ ઓઢાળી સન્માન કર્યુ હતું.
અનાવિલ સમાજની બહેનો માટે તેમને ભારોભાર લાગણી હતીને જે કોઈ તેમની મુશ્કેલી તેમને જણાવે તેનો કૂનેહપૂર્વક ઉકેલ પણ કાઢવાની આવડત હતી. પૂ. પદમા બાની યાદ વડોદરા સ્થિત દરેક પરિવારના સભ્યના હ્રદયમાં આજે પણ કાયમ છે ને રહેશે.
શત શત કોટિ વંદન પૂ. પદમા બા ને.
સ્વ. શ્રી નટુભાઈ મગનલાલ દેસાઇ
“અનાવિલ પ્રગતિ મંડળ”ના હોદ્દેદાર કે પાયાના કાર્યકર ન હોવા છતાં સ્વ. નટુભાઈ મેડીવાળાનું સ્થાન અનાવિલ સમાજમાં અવિસ્મરણીય રહેશે. પડદા પાછળના કલાકારની જેમ પરોક્ષ રીતે મદદગાર કરનાર વ્યક્તિ સમાજને જવલ્લેજ પ્રાપ્ત થાય પણ વડોદરા સ્થિત અનાવિલ સમાજ ભાગ્યશાળી કે સ્વ. નટુભાઈ મેડીવાલાનો સાથ સહકાર પ્રાપ્ત થયો.
સ્વ. નટુભાઈ મેડીવાલાનું જીવન ઝરમર સમાજ માટે સીમા ચિહ્નરૂપ છે. સામાન્ય કુટુંબનો માણસ પણ ખંત, નિષ્ઠા ને પ્રામાણિકતાથી સિધ્ધિના શિખર સર કરી છે તે નટુભાઇનું જીવન બનાવે છે. સામાન્ય કારકૂનથી આરંભાયેલી એમની કારકિર્દિ વડોદરાના શ્રેષ્ઠ બિલ્ડરોમાંના એક બનીને અટકી હતી.
સ્વ. શ્રી નટુભાઈ મગનલાલ દેસાઈ મૂળ ગામ એરૂના ને વ્યવસાયે ખેડૂત હતા. એસ.એસ.સી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ પોસ્ટ ખાતાની નોકરીમાં જોડાયા હતા. દીવ- દમણ-ગોવાની આઝાદી સમયે એમને દમણ ખાતે પ્રથમ ભારતીય પોસ્ટ માસ્તર બનાવવામાં આવ્યા. દમણની મુક્તિ પછી આયાત થયેલા કરોડો રૂપિયાના વિદેશી માલને જપ્ત કરાવીને સરકારને ઘણી મોટી આવક કરાવી આપી હતી. ઉપરાંત દમણના વિકાસ ફંડમાં ૭૦ લાખ જેટલી માતબર રકમ પોસ્ટ ખાતા તરફથી જમા કરાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરન પુરું પાડયું હતું. આ કામગીરીની કદરરૂપે તે સમયના નાણાપ્રધાન શ્રી મોરારજી દેસાઈના હસ્તે એમને સ્પેશ્યલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
૧૯૬૫ની સાલમાં એમની બદલી વડોદરામાં વેલફેર ઓફિસર તરીકે થઇ. ૧૯૭૨માં નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ સુઝ અને સમજણપૂર્વક બાંધકામના વ્યવસાયને અપનાવ્યો જે તેમનું પગલું આગળ જતા દૂરદેશીપણાને સાબિત કરી આપનારું નીવડયું.
પોતાના ઘરમાં વસવાના અનેક ગરીબોના સ્વપ્નોને સાકાર કર્યા. માત્ર સમાજની વ્યક્તિ જ નહી તેમના સંપર્કમાં આવનાર જરૂરીયાતવાળી વ્યક્તિને દરેક રીતે મદદગાર થતા. સાધુ, સંત, મહંત, પૂજારી કે ભિખારીને તેઓ સહાનુભૂતિથી સહાય કરતા. અનેક અનાથ આશ્રમો, મંદિરો, સેવાશ્રમોમાં મૂક દાનનો પ્રવાહ વહેવડાવતા શ્રી અરવિંદ (પોડિચેરી) અને શ્રી માતાજી (પોંડિચેરી)માં એમને અનન્ય શ્રધ્ધા હતી.
એમણે મીરાં અબ્બા ટ્રસ્ટની સ્થાપના કરી શ્રી માતાજીના સિધ્ધાંતોના આદેશ અનુસાર એક આદર્શ શાળા મધર સ્કૂલ શરૂ કરી. કોઇ પણ પ્રકારનું બહારનું દાન સ્વીકાર્યા વગર એને સફળતાથી ચલાવી બતાવી છે. સેવાસી, ગોત્રી, ખાનપુર જેવા ગામોમાં મીરા મેડિકેર નામે રાહતદરના દવાખાનાની સ્થાપના કરી જનસેવાનું આદર્શ દૃષ્ટાંત આપ્યું. આજે પણ તમામ સંસ્થા ” નટુભાઇ મેડીવાલા પરિવાર” તરફથી ચલાવવામાં આવે છે તે ખરેખર સરાહનીય છે.
અત્રે એ નોંધવું જરૂરી બને છે કે રેસકોર્સ સર્કલ પર ” નટુભાઇ સેન્ટર”નું મકાન ઉભુ કરી સર્કલ પર ૧૪ નવેમ્બરના દિને નટુભાઈ સર્કલ બનાવ્યું જે આજે પણ પરિવાર તરફથી સર્કલ બનાવ્યું. જે આજે પણ પરિવાર તરફથી મેઇનટેન થાય છે. પોતાના કાર્યોની સુવાસથી માત્ર અનાવિલ સમાજના જ નહીં દરેક વડોદરાવાસીના હ્રદયમાં ચોક્કસ સ્થાન બનાવી સ્વ. નટુભાઇ અમર થઇ ગયા.
અમર રહો. જય શુક્લેશ્વર
વિશિષ્ટ વ્યક્તિ
સ્વ.નટુભાઇ મગનલાલ દેસાઈ – શારદાબેન દેસાઈ.
સ્વ. નટુભાઈ તો સેવાનો ભેખ ધરેલા સંત હતા પણ તેમને સાથ આપનાર તેમના ધર્મપત્ની સ્વ. શારદાબેન નટુભાઇ દેસાઈને સમાજ ક્યારેય ભૂલી નહીં શકે. ખૂબ જ ઉદાર એવા શારદાબેનનું યોગદાન મહિલા પાંખના ઉત્થાનમાં વિશેષ રહ્યો છે. મહિલા પાંખ જ્યારે સ્વતંત્રણપણે કાર્યરત હતી ત્યારે હંમેશા તેમને આર્થિક સહાય સામેથી આપતાને હંમેશા કહેતા તમારો જે કાર્યક્રમો કરવા હોય તેમાં હંમેશા મારો સહકાર રહેશે. જ્યારે જ્યારે મહિલા પાંખ દ્વારા કોઈ કાર્યક્રમ કે ભજન કે સેમિનાર હોય ત્યારે હંમેશા તેમનું આર્થિક યોગદાન રહેતું. સ્વ. શારદાબેન હરિભાઈ દેસાઈ તરફથી ગૃહિણીઓની કળા દીપાવવા શ્રેષ્ઠ ગૃહિણીનો એવોર્ડ આપવામાં આવતો ત્યારે કમિટિમાં સભ્યપદે રહી તેમણે નિષ્પક્ષપણે તેમના કાર્યને દિપાવ્યું હતું.
અનાવિલ ભવવનું જ્યારે નવિનીકરણ થયું. ત્યારે ઉદારતાથી સ્વ. પૂજ્ય શારદાબેને એક લાખ રૂા. નું દાન સ્વ. નટુભાઈના નામે અર્પણ કર્યુ હતું.
આજે આપણી વચ્ચે સ્વ. પૂજ્ય નટુભાઈ તથા સ્વ.પૂજ્ય શારદાબેન રહ્યા નથી પણ નટુભાઈ મેડીવાલા પરિવારના સભ્યો આજે પણ સમાજને પડખે ઉભા રહી તેમની સેવા આપે છે. સમાજ તેનો ઋણી છે.
મંડળની વિસ્તરની પ્રવૃત્તિઓ વિશે
આપણે અત્યાર સુધી પાયાના કાર્યકરોનો અનાવિલ પ્રગતિ મંડળ ને સિધ્ધિના શિખરે પહોંચાડવા જે સંઘર્ષ કર્યો તે જોયો. લગભગ ૧૯૬૪ થી ૧૯૯૧ સુધી ઈન્દ્રજીત વનસજી દેસાઇના પ્રમુખપદ હેઠળ અવિરત પણે વિઘ્નરહીત અનાવિલ પ્રગતિ મંડળની યશયાત્રા ચાલુ રહી.
આધુનિક જમાનાની શરૂઆત થઇ ચૂકી હતી. વડીલશ્રીઓની વધતી ઉંમર સાથે તેમનામાં પહેલાં જેવી કાર્યશક્તિ રહી ન હતી. તેથી વડીલશ્રીઓએ વિચાર્યુ કે આપણા વડપણ હેઠળ નવી કારોબારીનું નિર્માણ કરવું. તેમના ફળસ્વરૂપે સને ૧૯૯૧માં મંડળના હોદ્દેદારો નીમવા પહેલીવાર ચૂંટણી થઇ તેમાં પ્રમુખ તરીકે શ્રી રોહિતભાઈ મણીભાઈ દેસાઇની નિમણુંક થઇ. ઉપપ્રમુખ તરીકે શ્રી નૂતનભાઈ દીનુભાઈ દેસાઈને મંત્રીશ્રી દિપકભાઈ મનુભાઈ દેસાઈની વરણી થઇ. બાકીના કાર્યવાહક સમિતિના સભ્યોની પણ વરણી કરવામાં આવી. દસ વર્ષના તેઓના કાર્યકાળ દરમ્યાન સહુએ ભેગા મળી એક કુટુંબ ભાવનાથી સમાજ ઉપયોગી કાર્યો કરવાનો નમ્ર પ્રયાસ કર્યો.
સૌથી મહત્વનું ને પહેલું કામ મંડળનું બંધારણ વિસ્તૃત કરીને સમયને અનુરૂપને જરૂરીયાત મુજબના ફેરફાર કરી તા.૧૩/૦૩/૧૯૯૪ ની સામાન્ય સભામાં મંજૂર કરી અમલમાં મૂક્યું. બીજું ભવનના બાંધકામમાં ફેરફાર કરી વધુ સગવડો ઉભી કરી સમાજલક્ષી સેવાને વેગવંત બનાવી સુવિધાવાળા ભવનની નામાર્થિકરણ વિધિ કરી ૧૯૯૭માં શ્રી મહાદેવ દેસાઈ અનાવિલ ભવન નામ આપ્યું સાથે શ્રી મહાદેવભાઈની પ્રતિમાની સ્થાપના માનનીય શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ જે તે વખતે નર્મદા વિકાસ ગુજરાત રાજ્યના મંત્રી હતા તેમના વરદ હસ્તે થઇ. આ પ્રસંગ શ્રી નારાયણ દેસાઇની ઉપસ્થિતિમાં ઉજવાયેલો.
મંડળના મહિલા પાંખના કાર્યક્રમોને વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું યોજનાબધ્ધને નિયમિતરૂપે આયોજન થવા લાગ્યું અને હજી પણ કરતા રહ્યા છે. વડોદરામાં વસતા અનાવિલોની પહેલી વિસ્તૃત ડીરેક્ટરી ૧૯૯૮માં ત્યારની કાર્યવાહક સમિતિને શુભેચ્છકોની મદદથી બહાર પડી.
“અનાવિલ પ્રગતિ મંડળ” તરફથી પુસ્તક સહાય જે શૈક્ષણિક સહાયમાં વિસ્તૃત પામીને સાથે સાથે આર્થિક સહાય, વૈદકીય સહાય, વિધવા સહાય જેવી વિવિધ સહાય પણ મંડળ તરફથી આપવાની શરૂઆત કરી. દાનવીરોએ પણ ઉદાર હાથે સખાવત નોંધાવી મંડળની સધ્ધરતામાં યોગદાન આપ્યું.
આમ ઉત્તરોત્તર સંસ્થા વિકાસ પામતી ગઈ ને સિધ્ધિના એક પછી એક શિખર સર કરતી રહી. જે આજે પણ સુંદર રીતે મંડળના હોદ્દેદારોને જે તે સમયની કાર્યવાહક સમિતિના અથાક પ્રયાસથી મંડળનો વિકાસ અવિરતપણે થઇ રહ્યો છે તેની સમગ્ર સમાજે નોંધી લેવી.
જય શુક્લેશ્વર