Upcoming

26 જાન્યુઆરી 2026 સોમવાર - એક શામ સિનિયર સિટીઝન કે નામ

Welcome to Anavil Samaaj

જય શુક્લેશ્વર,

વડોદરા સ્થિત અનાવિલ સમાજ લગભગ ૫૩ વર્ષેથી “અનાવિલ પ્રગતિ મંડળ ” ના નેજા હેઠળ કુટુંબ પરિવારના સભ્યોની જેમ એક સાંકળે બંધાયેલ છે. આજના આધુનિક યુગમાં જ્યાં કોમ્પ્યુટરના માધ્યમથી વિશ્વ સ્તરે સમાજને સાંકળી શકાય તેમ હોય તો વડોદરા સ્થિત અનાવિલ પ્રગતિ મંડળ શા માટે તેમાંથી વંચિત રહે?

યુવા વર્ગ અને દેશ પરદેશમાં રહેતા જ્ઞાતિજન “અનાવિલ પ્રગતિ મંડળ ” ની પ્રવૃતિ જાણે ને માહિતગાર રહે તે હેતુથી અમારી Web Site ચાલુ કરી છે.

અનાવિલ પ્રગતિ મંડળીની સ્થાપના ૧૯૬૧ માં થઇ. ૧૯૬૪ માં મંડળ કમિશ્નર ઓફિસમાં રજીસ્ટર થઇ પ્રમુખ બંધારણ છપાવ્યું. નોંધણીનો દાખલો નં. ૧૬૩૧૩ તે વખતના બીજા પ્રમુખ ઇન્દ્રજીત વસનજી દેસાઇને આપ્યો. વડોદરા સ્થિત મંડળને “શ્રી અનાવિલ પ્રગતિ મંડળ” નામ અપાયું જે સાર્વજનિક ટ્રસ્ટમાં રજીસ્ટર થયું. જેનો રજીસ્ટર નં. ૨૩૦૭ નોંધાયો.

ટ્રસ્ટનો મુખ્ય હેતુ વડોદરા સ્થિત અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિજનોનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા ઉત્કર્ષ સાધવાનો છે.

૧૯૬૪ થી શરૂ થયેલ મંડળ સમાજના વિકાસ માટે આજદિન સુધી વિવિધ પ્રવૃતિઓ કરે છે. સમાજના જરૂરિયાતવાળા કુટુંબોને આર્થિક, વૈદકીય તથા શૈક્ષણિક સહાય અપાય છે. સમાજના પરિવારજન જે મંડળના સભ્ય બનેલ છે તેમના સંતાનોને પુસ્તક સહાય અપાય છે. વિશિષ્ટ અને ઉપયોગી એવી પુસ્તક સહાય દરેક શાળાના અને કૉલેજના વિદ્યાર્થીઓને અપાય છે. નવા જમાના સાથે તાલ મેળવવા હમણાં પુસ્તકાલયનું આધુનિકરણ કરી કોમ્પ્યુટરાઇઝ પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ છે. વિધવા સહકાર યોજના હેઠળ વિધવા સહાય પણ અપાય છે.

“અનાવિલ પ્રગતિ મંડળ” નો મહિલા વિભાગ લગભગ ૧૯૮૫ થી વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજ અને સમાજની મહિલાઓને સંગઠિત કરી પ્રવૃત્તિઓ કરતો રહે છે જેમાં ગૌરીવ્રત, નોળીનેમ (વરડુ રોટલા), સમૂહ સત્યનારાયણ કથા, પ્રવાસ, મેડીકલ કેમ્પ મુખ્ય છે. મહિલા પાંખ દ્વારા વિવિધ હરિફાઈનું આયોજન જેમ કે શરદોત્સવ દરમ્યાન ગરબા હરિફાઈ ને દીવાળીના સ્નેહ સંમેલનમાં રંગોળી હરિફાઈ મુખ્ય છે.

દર વર્ષે સ્નેહ સંમેલન વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ સમાજના બાળકો ને યુવાન, યુવતીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. લગભગ મહિનાની મહેનત માંગી લેતો કાર્યક્રમ યુવા પાંખ, મહિલા પાંખના સભ્યો તનતોડ મહેનત કરી સફળ બનાવે છે.

પ્રવૃતિઓથી ધમધમતુ ભવન એટલે શ્રી મહાદેવ દેસાઈ અનાવિલ ભવન, આત્મારામ રોડ, કારેલીબાગ

Scroll to Top

સર્વે અનાવિલ સભ્યો,

આ સાથે જણાવવા નું કે તા: 08/07/2025 થી 12/07/2025 “અલૂણા ગૌરી વ્રત” છે.આ નિમિત્તે પ્રથમ દિવસે પ્રારંભિક પૂજા અને છેલ્લે દિવસે ઉત્થાન પૂજા નું આયોજન અનાવિલ ભવન ખાતે મહિલાપાંખ દ્વારા રાખવા માં આવેલ છ. તો જે પણ દિકરીઓ પૂજા માં આવવા માંગતા હોય એમણે અનાવિલ ભવન પર પોતાનું નામ નોંધાવવા વિનંતી છે.

પ્રથમ દિવસે તા:8/07/2025 પૂજા સમય સવારે 8.30 વાગ્યે.

છેલ્લા દિવસે તા:12/07/2025 ના પૂજા સમય બપોર ના 2.30 વાગ્યા નો રહેશે.

નામ નોંધાવવા ની છેલ્લી તારીખ 5/07/2025 રહેશે.

અનાવિલ ભવન ઓફિસ : 6351563139.

કન્વેનર, મહિલાપાંખ, અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરા.